કપડવંજમાં મધ્યાહન ભોજનના 100થી વધુ કર્મચારીઓની અટકાયત કરી નજરકેદ કરાયા

copy image

રાજ્યમાં ઠેર ઠેર તમામ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને દેખાવો કરે છે. જેમાં શિક્ષકો, આઉટસોર્સીંગ, આરોગ્ય ખાતાના, જિલ્લા પંચાયત વગેરે કર્મચારીઓ માસ સીએલ તથા હડતાળ પર ઉતર્યા છે, ત્યારે કપડવંજ મધ્યે મધ્યાહન ભોજનના કર્મચારીઓ ગાંધીનગર મધ્યે માંગણીને લઇ ધરણા કાર્યક્રમમાં જતા સમયે પોલીસે નદી દરવાજા પાસે તમામની અટક કરીને નજરકેદ રાખ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવે છે તેમ તેમ રાજ્યમાં ફરજ બજાવતા સરકારી, અર્ધસરકારી તેમજ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઇ હડતાલ પર ઉતરી રહ્યા છે, ત્યારે કપડવંજ તાલુકાના મધ્યાહન ભોજનના કર્મચારીઓ ગાંધીનગર મધ્યે ધરણા કાર્યક્રમમાં જઈ રહ્યા હતા તે સમયે પોલીસે નદી દરવાજા વિસ્તારમાંથી વાહનો સાથે 100 થી વધારે કર્મચારીઓની અટક કરી હતી. આ બાબતે મધ્યાહન ભોજન કપડવંજ તાલુકાના પ્રમુખ મનુભાઈએ અમે સરકાર સામે અમારી માંગણીઓને લઈ રજૂઆત કરવા માટે જતા હતા તે દરમિયાન દરવાજા વિસ્તાર મધ્યે પોલીસે અટક કરી નજર કેદ રાખ્યા હોવાનું જણાવાયુ હતું.