પાટણમાં શિક્ષકોએ બંને સંગઠનના હોદ્દેદારોના ફોટાઓ સામે પગરખાં મૂકીને આક્રોશ વ્યક્ત કર્યો

copy image

પાટણમાં શિક્ષકોએ તેમના બંને સંગઠનોના અધ્યક્ષ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં બંને અધ્યક્ષોના ફોટા સામે બુટ ચંપલ મૂકી બાદમાં ફોટા સળગાવી આક્રોશ વ્યક્ત કરતાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. જિલ્લામાં શનિવારે માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોને તાલુકા કક્ષાએથી નોટિસો આપવામાં આવતા શિક્ષકોમાં તંત્ર સામે પણ ભારે રોષ દેખાયો હતો.

પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકોના આંદોલન બાબતે સંગઠનના અધ્યક્ષો દ્વારા સરકારે સ્વીકારેલી માંગણીઓની વાહવાહી કરી પોતાનો રોટલો શેક્યો હોવાના આરોપ સાથે જૂની પેન્શન યોજનાની માંગણી સાથે શિક્ષકોનું આંદોલન યથાવત રાખી બંને અધ્યક્ષો સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સાંજે પાટણના આનંદ સરોવર મધ્યે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને કર્મચારી સંયુક્ત મોરચાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાના સરકારના સમર્થન બાબતે શિક્ષક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનમાં શિક્ષક કર્મચારીઓએ બંને અધ્યક્ષની ફોટો સામે ચંપલ બુંટ મૂકી ભગવાન તેમને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી સૂત્રોચ્ચાર સાથે બંને અધ્યક્ષ અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું .

ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નેહલ રાવલે જણાવ્યું હતું કે જિલ્લામાં શનિવારે શિક્ષકો માસ સી.એલ પર ઊતરતાં શિક્ષણ કાર્યને અસર થવાના લીધે દર્શક નોટિસ આપી ખુલાશા પૂછયા છે.દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જે તે તાલુકામાં માસ સી. એલ પર ઉતરેલા શિક્ષકોને નોટીસ આપવામાં આવી છે તે અંદાજે 4600થી વધુ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે.