રહેમલપુર પાટિયા પાસેથી રૂ 20.37 લાખની 7605 બોટલ સાથે 2 રાજસ્થાની પકડાયા

copy image

વિરમગામ ટાઉન પો.સ્ટે. હદના વિરમગામ માલવણ રોડ, રહેમલપુર ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપરથી ટ્રક નં. GJ-07-YZ-7789 માં છુપાવેલી દારૂ તથા બીયરની કુલ 608 પેટી તથા છુટી બોટલ નંગ-9 મળી કુલ બોટલ/ટીન 7605નંગ જથ્થાની હેરાફેરી કરતા 2 સખ્શોને અમદાવાદ ગ્રામ્યની એલ.સી.બી ટીમે પકડી લીધા હતા.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળા અને તેમની ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરી ચોરીછૂપીથી દારૂની હેરાફેરી, વેચાણ કરતા સખ્શોની પ્રવૃત્તિ ઉપર નજર રાખી હતી. તેના પરીણામ સ્વરૂપ પો.સ.ઇ જે એમ પટેલને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બીની ટીમે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન હદના વિરમગામ માલવણ રોડ, રહેમલપુર ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપરથી ટ્રક નં. GJ-07-YZ-7789 માંથી દારૂની તથા બીયરની કુલ 608 પેટી તથા છુટી બોટલ નંગ-9 મળી કુલ બોટલ/ટીન નંગ-7605 કિં.રૂ 20,37,708, મોબાઇલ નંગ-2 કિ.રૂ 10,000, રોકડ રૂ 4220, અશોક લેલન્ડ કંપનીની ટ્રક કિં.રૂ 5,00,000, ક્રોકરીનો પરચુરણ સામાન બોક્સ નંગ-80 કિં.રૂ40,000 મળી કુલ કિં.રૂ 25,91,928ના મુદ્દામાલ સાથે 2 સખ્શોને પકડી લેવાયા હતા.

આરોપીઓ ચુનીલાલ અચલારામ જગમલ રામ જાટ ઉંમર વર્ષ 21 જિલ્લા બાડમેર, પ્રભુરામ ગિરધારી રામ ખરતા રામ જાટ ઉંમર વર્ષ 20 જીલ્લો બાડમેર રાજસ્થાનને પકડી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલ.સી.બી પો.ઇન્સ. ડી.બી.વાળા, પો.સ.ઇ જે.એમ.પટેલ, પો.સ.ઈ. આર.જી.ચૌહાણ અને તેમની ટીમ જોડાઇ હતી.