મહુવા તાલુકા સેવાસદનના આઉટસોર્સિંગ કર્મચારીઓની હડતાળ


મહુવા તાલુકા સેવાસદનમાં આઉટ સોર્સિંગના કર્મચારીઓ અનેક પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળને લઈને છેલ્લા બે દિવસથી સમગ્ર કામગીરી ઠપ થઈ છે, જેને કારને અરજદારોને ભારે હાલાકી વેઠવાનો સમય આવ્યો છે. અરજદારો પોતાના કામ માટે કચેરીના ધરમધક્કા ખાતા જોવા મળે છે. તેમજ કચેરીમાં તાળા હોવાથી લોકોના કામો પણ અટક્યા છે.
આજ રોજ તમામ કર્મચારીઓ એકત્ર થયા હતા અને મહુવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટ બેઝને લઈને ઘણી બધી પોતાની ફરજમાં આવતી પડતર માંગણીઓને સરકાર તાત્કાલિક પૂરી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ કામથી અળગા રહીં વિરોધ નોંધાવશે તેવું જણાવ્યું હતું.