રાપર બંધ કરાવવા નો ફિયાસ્કો સવારે બંધ કરાવવા માટે માલધારીઓ નિકળ્યા.. પોલીસ દ્વારા કડક પેટ્રોલીંગ

આજે ગુજરાત બંધ ના માલધારીઓ દ્વારા આપવામાં આવેલ એલાન સંદર્ભે આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં બંધ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સવારે રાપર ખુલ્લું થઈ ગયું હતું  તો માલધારીઓ દ્વારા બંધ કરાવવા માટે વેપારીઓ ને બંધ કરવા માટે કહ્યું હતું ત્યારે સ્વેચ્છાએ બંધ રાખવા ની અપીલ ને ફિયાસ્કો  મળ્યો હતો આજે રાપર બંધ છે એ અન્વયે ગ્રામ્ય વિસ્તારોમાં થી લોકો ખરીદી કરવા માટે ના આવતા ત્રીસ ટકા દુકાનો બંધ જોવા મળી હતી નાસતા ચા શાકભાજી દુધ રસકસ સહિત ના દુકાનો બંધ જોવા મળી રહ્યાં હતાં તો અમુક વેપારીઓ એ જણાવ્યું હતું કે બંધ કરાવવા માટે ઉતર ગુજરાત તરફ ના લોકો જોવા મળતા હતા આ વિશે રાપર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શૈલેષ શાહ અને મંત્રી પ્રકાશ પટેલ દ્વારા પરાણે બંધ કરાવવા માટે ના પ્રયત્નો અંગે રાપર પીઆઇ વી. કે ગઢવી ને જાણ કરાઈ હતી જેના પગલે રાપર શહેરમાં રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું બપોરે લગભગ દુકાનો શોપ ખુલ્લા જોવા મળી રહ્યા હતા બંધ માટે એલાન કરનાર અમુક માલધારી ને કઇ બાબતે બંધ છે તે પુછતા ખબર નથી એવું જણાવ્યું હતું.  તો રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મધ્યે વેપારીઓ ના ધંધા રોજગાર બંધ કરાવવા માટે ગયા ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના વેપારી મંડળના પ્રમુખ શૈલેષ શાહ દ્વારા વેપારીઓને ધંધા શરૂ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી જેના સદર્ભે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા ધંધા રોજગાર શરૂ રાખવામાં આવ્યા હતા હવે ગુજરાત બંધ નુ એલાન આપ્યું છે તે કયા કારણોસર એ વિશે રાપર કે અન્ય જગ્યાએ કોઈ ને ખ્યાલ આવતો નથી એ હકીકત છે.