ભુજ શહેરમાં થયેલ T.V ચોરીના ગુનાના આરોપીને પકડી પાડી મોટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ


પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર. મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સૂચના સંદર્ભે જે. એન. પંચાલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજનાઓએ સૂચના આપેલ,
જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.સી. પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઈ.પી.કો કલમ 380, 454,57 મુજબના ગુના કામે આરોપી જમનશા ઉર્ફે જામુ ઉમરશા શેખડાડા ને પકડી પાડેલ અને આ ગુના ગામે નાસ્તા ફરતા આરોપી અનવર ઉર્ફ ફડો ગુલમામદ સમેજાને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે મજબૂર આરોપી અનવર ઉર્ફે ફડો ગુલમામદ સમેજાને ગુના કામે પકડી પાડેલ અને મજબૂર આરોપીને ભુજ સીટી એ ડિવિશન સ્ટેશન ઇ.પી.કો કલમ 379 મુજબના ગુના કામે સબમર્સીબલ પાણીની મોટર ચોરી કરેલ હોવાને પૂછપરછ કરતા કબુલાત આપતો હોય જેથી મજકુર ઈશમવિરોધ આગળની કાયાદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી અનવર ઉર્ફે ફડો ગુલમામદ સમેજા ઉ. વ ચાલીસ રહેવાસી જાફરશાપીરની દરગાહ ની બાજુમાં સંજોગ નગર ખારી નદી રોડ ભુજ રિકવર કરેલ મુદ્દા માલ સબમર્સીબલ પાણીની મોટર સ્વીચ બોર્ડ અને વાયર સાથે કુલ કિંમત રૂપિયા 5000 આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.સી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એએસઆઈ કરણસિંહ પી ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ એન જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવિનાઓના જોડાયા હતા