માલધારીઓ ગૌચરની જમીન દબાવવા સંદર્ભે વિસાવદર બંધના એલાન સાથે રેલી યોજી રજૂઆત કરી

image-200
copy image

વિસાવદર ગૌ રક્ષા સમિતિ અને સોનલ ગ્રુપ સમિતિ દ્વારા આજ રોજ વિસાવદર બંધનુ એલાન અપાયું હતું. ત્યારે વિસાવદરના તમામ વેપારી દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખીને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો હતો. માલધારીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આજે બંધનુ એલાન આપવામાં આવ્યું હતું.

વિસાવદરમા માલધારી સમાજ દ્વારા ગૌચરની જમીન ખુલી કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ગૌચરની જમીન ખુલી નહીં કરાવીને ગૌચરમા પેશ કદમી કરી અને માલધારી પોતાનું ગૌચર ચરાવવા જાય ત્યારે ખોટી રીતે પોલીસ કેસ કરીને માલધારીઓને પરેશાન કરવામાં આવતા હોવાથી આજે બંધ પાળવામાં આવ્યું. આ બંધને સંપૂર્ણ સફળતા મળી તેમજ રેલી યોજી પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરાઈ હતી.