હાંસોટના ધોડાદરાની સીમમાં 8 લેન હાઇવે પર બ્રિજની કામગીરી અંતર્ગત સળિયાની ચોરીનો પ્રયત્ન

અંકલેશ્વરના ઉટીયાદરા ગામ નજીક ડી.સી.સી.ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ મધ્યે રહેતા અનીતકુમાર શ્યામલાલ જાંગડા કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જેઓની કંપની દ્વારા હાંસોટ તાલુકાના ધોડાદરા ગામની સીમમાં 8 લેન હાઇવેનાં બ્રિજની કામગીરી કરાઈ રહી છે. જે બ્રિજ પાસેની સાઈટ પર રાતે ચોર ત્રાટક્યા હતા.

ચોરે ત્યાં રહેલા સળિયા પૈકી 35 સળિયા મળી કુલ 2800નો મુદ્દામાલની તસ્કરી કરી નાસી છૂટવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન ગ્રામજનો ત્યાં આવી જતાં ટેમ્પો લઇ તસ્કરી કરવા આવેલા તસ્કરો ટેમ્પો નંબર (GJ.05.BY.0578) સ્થળ પર મુકીને પલાયન થઇ ગયા હતા. તસ્કરી અંગે કંપનીના સુપરવાઈઝર અનીતકુમાર શ્યામલાલ જાંગડાએ હાંસોટ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.