ઝઘડિયામાં બે ક્વોરી ઉદ્યોગોને નિશાને તાકીને કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી


ઝઘડિયા તાલુકાના જેસપોર ગામના મંદિર ફળિયામાં રહેતા ચંદ્રકાંત ફતેસિંગ વસાવા ગામ પાસે સાગર કવોરી ચલાવે છે. ગઇકાલે રાત્રે તેમની ક્વોરીને ચોરે નિશાને તાકી હતી અને કવોરીમાં રહેલ ટોગલા સેટ-2 રૂપિયા 50 હજાર, લોખંડની નાની-મોટી પ્લેટો નંગ-6 રૂપિયા 6 હજાર અને સ્પીગ નંગ-1 રૂપિયા 2 હજાર, રોલર સ્ટેન્ડ નંગ-1 રૂપિયા 1500, પટ્ટા ખેચવાના હુક સેટ નંગ-1 રુપિયા 1500 મળી કુલ 61 હજારના મુદ્દામાલની તસ્કરી કરી ચોર નાસી ગયા હતા. ચોરી બાબતે સિક્યુરિટી ગાર્ડ વિજય શિવલાલ વસાવા કવોરીના માલિક ચંદ્રકાંત ફતેસિંઘ વસાવાને જાણ કરતા તેઓએ ઝઘડિયા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ દાખલ કરાવી છે.
ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ ઉપર આવેલા મહર્ષિ બંગ્લોઝમાં રહેતા ભાવેશ મનજી વેલાણી રાજપારડી પાસે આવેલા ભીલવાડા ગામ મધ્યે શિવ શક્તિ કવોરી ચલાવે છે. જેઓ ઓફીસ બંધ કરી પોતાના ઘરે આવ્યા તે અરસામાં તસ્કરોએ તેઓની કવોરીની ઓફિસને નિશાને તાકી હતી. ચોરે મુખ્ય દરવાજાનો નકુચો ખોલી અંદર પ્રવેશ કર્યો અને લોખંડની પ્લેટોના ટુકડા અને કન્વેયર બેલ્ટના રોલ નંગ-12 મળી કુલ 19 હજારના મુદ્દામાલની તસ્કરી કરી નાસી ગયા હતા. આ ચોરી વિશે કવોરીના ઓપરેટર જીગ્નેશ વસાવાએ માલિક ભાવેશ મનજી વેલાણી જાણ કરતા તેઓએ રાજપારડી પોલીસ મથકે ચોરી વિશે ફરિયાદ દાખલ કરાવી છે.