અનેકવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તા ન બનતા સ્થાનિકોએ સાંઈબાબા સર્કલ પાસે રોડ કર્યો ચક્કાજામ

copy image

રાજકોટના વોર્ડ નં.18ના લોકો આજે રોડ-રસ્તાઓ બાબતે રસ્તા પર આવી ગયા અને સાંઈબાબા સર્કલ પાસે રોડ ચક્કાજામ કર્યો. રોડ-રસ્તાઓ વિશે અનેકવખત રજૂઆત કરાઈ છે છતાં યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોડ ચક્કાજામ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક લોકોને સમજાવાયા હતા. સ્વાતિ પાર્ક અને ઈશ્વર પાર્ક સહિતના વિસ્તારોમાં લોકો હેરાન પરેશાન હોવાથી રોડ ચક્કાજામ કરાયો હતો.