એક્સપ્રેસ હાઈવે પર કારમાં લિફ્ટ માંગી ચાલકનું અપહરણ કરનાર, ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

image-208
copy image

અમદાવાદના એક વ્યક્તિએ એક્સપ્રેસ હાઈવે પર ત્રણ વ્યક્તિઓને લિફ્ટ આપી હતી. પરંતુ આગળ જતા આ ત્રણે જણાએ ભેગા થઈને કાર ચાલકની આંખમાં મરચાની ભૂકી નાખીને ચાકુની અણીએ લૂંટ ચલાવી નાસી ગયા હતા. કલાકો સુધી કાર ચાલકનું અપહરણ કરીને આ ત્રણેય જણાએ તેને કાર લઈને 100 કિલોમીટરથી વધુ ફેરવ્યો  અને અજાણી જગ્યાએ ઉતારી દીધો હતો.આ સમગ્ર બાબતે રામોલ પોલીસે 3 આરોપીને લૂંટ કરેલી કાર અને મોબાઈલ સાથે પકડી લીધા છે.

આ લોકોએ કાર ચાલકનો મોબાઈલ ફોન લઈ લીધો  અને આમ તેમ કરીને અંદાજે 100 કિલોમીટર સુધી કાર ચાલકને ફેરવીને ઉતારી દીધો હતો. તેમ જ લૂંટ કરેલી કાર અને મોબાઈલ લઈને આ ત્રણેય લોકો નાસી ગયા હતા. આ અંગે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ભટ્ટને વિગત મળી હતી કે જે વ્યક્તિની કાર લૂંટાઈ ગઈ છે તેવી જ એક કાર હાથીજણ પાસેથી પસાર થવાની છે. જેથી રામોલ પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને રોકી લીધી હતી.

કારને રોકતા કારમાં બેઠેલો વ્યક્તિ પોતાનું નામ રવિ કુમાર દલપતસિંહ ઝાલા પાટણનો રહેવાસી હોવાનું જણાવ્યું. તેણે કારના ડોક્યુમેન્ટ માંગતા તેની પાસે કોઈ ડોક્યુમેન્ટ હતા નહીં. ધીમે ધીમે પોલીસને ખબર પડી કે આ એ જ કાર છે જેમાં એક વ્યક્તિનું અપહરણ કરાયું હતું અને તેને લૂંટવામાં આવ્યો હતો. વધુ પૂછપરછ કરતા રવિએ જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા તે તેની સાથે રણજીત ઝાલા અને બાદલજી ઝાલા એક્સપ્રેસ હાઈવેથી કારમાં બેસીને આણંદ તરફ ગયા હતા ને એક કાર ચાલકને આંખમાં મરચાની નાખીને કાર તેની પાસેથી લઈ લીધી હતી.