રાધનપુરમાં રાજ્ય સરકાર દ્વારા ગૌ શાળાઓ માટે જાહેર કરેલી સહાય ન ચૂકવવામાં આવતા વિરોધ

copy image

રાજ્ય સરકાર દ્વારા પૂર્વે રાજ્યમાં આવેલી ગૌ શાળોઓને સહાય અપાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સહાય સ્વરુપે રુપિયા 500 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરાઈ હતી પણ આ સહાયની જાહેરાત કર્યા પછી એકથી દોઢ મહિનાનો સમય વીતી ગયા પછી પણ સરકાર તરફથી સહાય ન મળતાં રાજ્યના ગૌ શાળાના સંચાલકો વિરોધ કર્યો છે.

રાધનપુર વેપારી એસોસિયેશન, શૈક્ષણિક સંસ્થાઓ, નાના મોટા લારી-ગલ્લા, પાથરણા અને રોજે-રોજનું કમાઈ ખાનારાં ગૌ માતાના સમર્થનમાં આવ્યા  અને રાધનપુરમાં ધંધા બંધ રાખયા હતા. પાટણ શહેરમાં આજુ-બાજુના ગામડામાંથી દૂધ લઇને વેચવા આવતાં પશુપાલકોએ આજે સમર્થન કરી દૂધ વેચ્યુ હતું નહિ.