આપણું ભારત દેશ એકતાનું પ્રતીક વાંચો ખાસ લેખ.

થોડા દિવસ અગાઉ કેરલા રાજય માં ભીષણ પૂર આવ્યું હતું જેમાં લાખો લોકો ઘર વિહોન થઈ ગયેલ હતા. તેમજ ખાવા પીવા માટે પણ કઈ ન હતું. આ સમય ઘણા દીલને સ્પર્શી જાય તેવા કિસ્સાઓ બહાર આવ્યા. જેમાં ભાઈચારા ની મિસાલ કાઈમ થઈ ત્યારે આપણે વાત કરીયે એક એવા બનાવની કે મલ્લપુરમ જિલ્લાના નીલંબર ગામમાં એક મસ્જિદ તેના દરવાજા બધા લોકો માટે ખોલી દીધા હતા. જેમાં 125 હિન્દુ ભાઈ તથા બહેનો પણ હતા.ઘણા દિવસો સુધી આ મસ્જિદ બધાનું ઘર બની રહ્યું હતું. અને એક બીજો બનાવ માં થ્રીસસુર જીલ્લામાં ઘણા મંદિર અને ચર્ચ એ મુસ્લિમ ભાઈઓ તથા બહેનો ને સામે ચાલી નમાઝ માટે જગ્યા આપી અને રેહવા અને જમવા માટે સગવડો કરી આપી. ત્રીજો બનાવમાં કોઝિકોડ જિલ્લાના એક મદ્ધ્રેસા માં હિન્દુ ભાઈઓ ને રહેવા માટે જગ્યા આપી,ચોથો બનાવ માં ઇડુક્કી જીલ્લામાં ક્રિશ્ચિયન લોકો એ પોતાનું કબ્રસ્તાન હિન્દુ લોકોની લાશોની અંતિમ વિધિ માટે આપી.