ભુજની જનસેવા કેન્દ્રમાં નાના માંણસોને ખાવા પડે છે ધક્કા.
ભુજની જનસેવા કેન્દ્ર જયા રાસન કાર્ડ બનાવવામાં આવે છે. સાથે આવકનો દાખલો પણ કાઢી આપવામાં આવે છે. પરંતુ હાલમાં ઘણા લોકોને આવકનો દાખલો કઢાવા માટે ધક્કાઓ ખાવા પડે છે.
ત્યારે ગઇકાલે એક વ્યક્તિને સવારના દસ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી બેસાડી રાખીને પણ આવકનો દાખલો કાઢી દેવામાં ન આવ્યો. ત્યાર બાદ અધિકારીઓએ દ્વારા જણાવામાં આવ્યું કે ગુરુવારે રજા છે. તેવો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારે આના પરથી તો એવું લાગી રહ્યું છે કે જાણે જનસેવા કેન્દ્ર ની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું જણાય છે કારણે કે નાના માંણસોને ધક્કા ખાવા પડે છે અને એજન્ટ રાજ ચાલે છે તેવી લોક મુખે ચર્ચા.