જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગાંધી પોલીટેકનિક કોલેજના અધ્યાપકો ધરણા પર ઉતર્યા

copy image

વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ કે અર્ધસરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓ સરકાર સામે મૂકી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં સરકારને નુકસાન ન થાય તેના માટે ઘણા ખરા મુદ્દાઓ અને માગોને સ્વીકારવામાં આવે છે. ત્યારે સુરતમાં ગાંધી પોલીટેકનીક કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોને લઈને ધારણા પર બેઠા અને જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરવામાં આવી છે.

અધ્યાપકો છેલ્લા ઘણા દિવસોથી કોલેજમાં અલગ અલગ કાર્યક્રમો આપીને વિરોધ દર્શાવી રહ્યા છે. અધ્યાપકોની માગ છે કે પડતર પ્રશ્નોનો જેવાકે 7મા પગારપંચ મુજબ બાકી રહેતા વિવિધ ભથ્થાની સરકાર દ્વારા આપવામાં આવે. કેરિયર અડવાન્સમેન્ટ સ્કીમ (CAS) જલ્દીથી લાગુ કરવી જોઇએ. અધ્યાપકો આજે ધારણા કરીને વિરોધ નોંધાવ્યો છે.

ગાંધી પોલીટેનિકલ કોલેજના અધ્યાપક ધ્રુવલે જણાવ્યું કે સરકાર દ્વારા અમારા પ્રશ્નોને ગંભીરતાથી લેવાતા અમારી કેટલીક મહત્વની માગ હતી જેમ કે નવી પેન્શન સ્કીમ બંધ કરીને જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે, સાતમા પગાર પંચથી અમને વંચિત રાખવામાં આવ્યા છે તેના લાભ પૂર્ણ રીતે મળ્યા નથી. ADHOC સેવા સળંગ ગણવી જેવા અનેક મુદ્દાઓ સાથે ધરણા કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બર થી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને કોલેજમાં શૈક્ષણિક કાર્ય સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરાશે.