ઢોરને છોડાવવા પશુપાલકનો ટ્રેક્ટર આડે સૂઈ જઇ વિરોધ કર્યો પોલીસ દ્વારા અટક કરાઇ

image-221
copy image

ફતેગંજમાં બુધવારે ઢોર પાર્ટી ઢોર પકડીને જતી હતી તતે દરમિયાન તેના માલિકે માથાકૂટ કર્યા પછી ઢોર ડબ્બા આડે આવી રસ્તામાં સૂઈ ગયો હતો. જેથી ફતેગંજ પોલીસને બોલાવાતાં તેની અટક કરવામાં આવી હતી. ફતેગંજમાં સાંજના સમયમાં ઢોર પાર્ટી દ્વારા રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી.

દરમિયાન ઈએમઈ સર્કલ પાસે રસ્તામાંથી ગાયને ઢોર ડબ્બામાં ચડાવીને જતા હતા ત્યારે એકાએક તેનો માલિક મેલિયો રબારી ત્યાં આવી ગયો અને ઢોર છોડવવા ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરવા મંડ્યો હતો.

ત્યારબાદ મેલિયો રબારી ઢોર ડબ્બાની આગળ સૂઈ ગયો અને બોલવા લાગ્યો હતો કે, મને મારી નાખો અને પછી મારા ઢોર લઈ જાવ. જેથી કર્મચારીએ ફતેગંજ પોલીસને બોલાવતાં મેલિયો રબારીની અટક કરવામાં આવી હતી.