જામનગરમાં સફાઈ કર્મચારીઓએ હડતાલના 17માં દિવસે ધરણાં કર્યા

image-228
copy image

કામદાર ના વિવિધ પ્રશ્નો અને માગણીઓને લઈને ચાલતા આંદોલનના 17 માં દિવસમાં પ્રવેશ્યું. તેમનો પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાની ચીમકી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદુર યુનિયને આપી હતી.

જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં તેની માગણીઓ મહાનગરપાલિકા દ્વારા નહીં સ્વીકારતા આંદોલનમાં બુધવારે વધુ સફાઈ કામદારો જોડાયા અને સફાઈ કામદારોને થઈ રહેલા અન્યાય સંદર્ભે પગાર સુધારો કરવા અને વારસદારોને નોકરીમાં સમાવેશ કરવા સહિતના મુદ્દે સફાઈ કામદારોના પ્રશ્નો માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન દ્વારા મહાનગરપાલિકાના કમિશનર મેયર, ચેરમેનને પણ લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

છતાં તેઓના પ્રશ્નો નો કોઈ નિરાકરણ આવેલ નથી જેથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ઉપવાસ આંદોલન પણ કરાઈ રહ્યા છે તેમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદુર સંઘના પ્રમુખ મહેશ બાબરીયાએ જણાવ્યું.