ખંભાત CHC મધ્યે આશા વર્કરો દ્વારા સૂત્રોચ્ચાર કરી હોબાળો કરાયો;  નિકાલ ન આવતા હડતાળ કરવાની ચીમકી

image-227
copy image

કર્મચારીઓ વિવિધ બાબતે અને વિવિધ માંગણીઓને લઈને લડી લેવાના મૂડમાં છે. આજે ખંભાત તાલુકાની 200થી વધારે આશા વર્કર બહેનોએ ખંભાત CHC સેન્ટર મધ્યે ભેગા થઈ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આશા વર્કરોને 5000 ચૂકવવાનો સરકારે હુકમ કર્યો, તેના પછી પણ કોઈપણ ચુકવણી ના થતાં નારાજ આશાવર્કરો દ્વારા સરકારનો ભારે વિરોધ કરાયો છે.

આશા વર્કરોએ લઘુત્તમ વેતનની માગ તેમજ કાયમી કર્મચારીની જોગવાઈઓ બાબતે નારેબાજી કરી. તેમજ જો આગામી દિવસોમાં પડતર માગણીઓમાં કોઈ ઉકેલ નહીં આવે તો હડતાલ કરવાની ચીમકી પણ અપાઈ હતી.