પડાણા પાસે અકસ્માત: ટ્રેઇલરે  અડફેટે લેતા છકડામાં સવાર બે બાળકોના મૃત્યુ, 5 ઇજાગ્રસ્ત

image-231
copy image

માતાના મઢ છકડામાં દર્શન કરવા આવેલો પરિવાર મોરબી પાછા ફરી રહ્યો હતો તે દરમિયાન પડાણા પાસે પુરપાટે જતા અજાણ્યા ટ્રક ચાલકે છકડાને અડફેટે લેતાં છકડામાં સવાર યાત્રીક પરિવારના 8 અને 5 વર્ષીય બાળકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા તો અન્ય પાંચ લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ 108 વડે ખસેડાયા હતા. આ જીવલેણ ઘટનાથી પરિવાર આઘાતમાં સરી પડતાં મોડે સુધી પોલીસને પણ મૃતક અને ઇજાગ્રસ્તોના નામ મળી શક્ય હતા નહિ.

આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વીગતો અનુસાર, મોરબીથી છકડો રિક્ષામાં માતાના મઢ દર્શનાર્થે આવેલો પરિવાર મઢ મધ્યે માતાજીના દર્શન કરી મોરબી તરફ પાછો જઇ રહ્યો હતો. તેઓ પડાણા નજીક અજમેરી હોટલ સામે પહોંચ્યા ત્યારે પૂરપાટ જઇ રહેલો ટ્રેઇલર ચાલક છકડાને અડફેટે લઈ બનાવને અંજામ આપી નાસી ગયો હતો.

બનાવની જાણ 108 ને કરાતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા હતા. બી-ડીવીઝન પોલીસ પણ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહો઼ચી હતી. આ ઘટનામાં એક 8 વર્ષીય અને બીજા 5 વર્ષીય બાળકના મૃત્યુ થયા હતા તો અન્ય 5 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.

આ બનાવને કારણે પરિવાર આઘાતમાં સરી જતાં રાત્રે સાડા નવ દશ વાગ્યાના સમયગાળાના સર્જાયેલી આ ઘટનામાં મોડી રાત સુધી મૃતક અને ઇજાગ્રસ્તોના નામ પોલીસને પણ મળી શક્યા ન હતા.આ બનાવથી પરિવારમાં શોક છવાયો છે.