અંબાજીના કૈલાશ ટેકરી ઢાલ પાસે હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત


ગઈકાલે મોડી રાત્રે અંબાજીના કૈલાશ ટેકરી ઢાળ પાસે હાઇવે માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બંને કાર એકબીજાથી અથડાતા એક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ હતી. કારમાં સવાર બે લોકોને મામુલી ઇજાઓ પહોચતા અંબાજીના કોટેજ સિવિલ હોસ્પિટલ મધ્યે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો આગ લાગેલી કારમાં સવાર કાર ચાલક બનાવ બનતા કારથી ઉતરી ઘટના સ્થળેથી દોડી ભાગ્યો હતો .ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી આવી હતી અને આગ લાગેલી કાર પર કાબુ મેળવ્યો હતો. બનાવની જાણ અંબાજી પોલીસને થતાં અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર બાબતની છાન્બીન કરી આગળની તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે બનેલી અકસ્માતમાં બંને કાર વચ્ચે અકસ્માતમાં સદનસીબે કોઈપણ જાનહાની થઈ ન હતી.