અંબાજીના કૈલાશ ટેકરી નજીક ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત

image-246

આજે અંબાજી નજીક આવેલા કેલાશ ટેકરી નીચે હાઇવે માર્ગ પર ટેકટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. બનાસકાંઠાના ડીએફઓની કાર સાથે ટ્રેક્ટર અથડાતા અકસ્માત સર્જાયો. રોંગ સાઈડથી આવતા ટ્રકને બચાવવા જતાં ટ્રેક્ટરે ડીએફઓની કારમાં ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. હાઇવે માર્ગ પર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોગોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઘટનાં સ્થળે લોકોની મદદથી કારને આગળ ધકેલી હાઇવેને ખુલ્લો કરવામાં આવ્યો હતો.