ટંકારાના હડમતીયામાં પાણીના કુંડમાં ડૂબી જતા 17 વર્ષના સગીરનું મૃત્યુ


ટંકારાના હડમતીયા નજીક આવેલ પાલનપીરના મેલા પાસેના કુંડના પાણીમાં ન્હાવા પડેલા 17 વર્ષના સગીરનું મૃત્યુ નીપજયું છે. જેથી મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
મળતી માહિતી અનુસાર હડમતીયા ગામમાં આવેલ પાલનપીર મેલા પાસેના કુંડમાં એક સગીર ન્હાવા ગયો હતો ત્યારે સગીર અચાનક ડૂબી જતા મૃત્યુ નીપજયું હતું. જે ઘટનાની જાણ મોરબી ફાયર ટીમને થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી અને રેક્સ્યું ઓપરેશન હાથ ધઋ ડૂબેલા સગીરને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં સગીરનું મૃત્યુ થયું હતું. મૃતક વિજય ભલા ચાવડા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ ટીમે ઘટનાસ્થળે આવી મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડી ઘટના આંગે વધુ તપાસ ચલાવી છે.