સામખિયાળી પાસે ઇટી કંપની સામે ટ્રેઇલરમા ટેન્કર ટકરાતાં ટેન્કર ચાલકનું મોત

મુળ રાજસ્થાનના ટેન્કર ચાલક ધર્મેન્દ્રસિંહ પ્રેમસિંહ રાજપુત કંડલા પોર્ટથી સીપીયુ તેલ ભરી કડી ખાલી કરવા માટે ગત રાત્રીના નીકળ્યા હતા. રાત્રે પોણા બારે ઇટી કંપની સામે ટોલનાકાકા પર ટ્રાફીક હોવાને લીધે તેમણે પોતાનું વાહન ઉભું રાખ્યું ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલા ટેન્કરના ચાલકે તેમના ટેઇલરમાં જોરદાર ટક્કર મારતાં તે ટેન્કરના ચાલકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થયાની ફરીયાદ તેમણે સામખિયાળી પોલીસ મથકે દાખલ કરાવી હતી.