ગળપાદર હાઇવે પર બાઇક સ્કુટીમાં ટક્કરાતા 2 ઇજાગ્રસ્ત

ગાંધીધામના ભારતનગર રહેતા અમૃતભાઇ વિશ્રામભાઇ શેઠીયાએ એ-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પત્ની વીધીબેન પોતાના સ્કુટી પર ગત સવારે 10 વાગ્યે નોકરી જવા માટે ગળપાદર હાઇવે પર જતા હતા ત્યારે પુર ઝડપે જઇ રહેલો બાઇક ચાલક તેમના સ્કુટીમાં ટક્કરાતા વીધીબેનને માથામાં ઇજા સહિત જમણા હાથમાં અને જમણા પગના થાપામાં ફ્રેક્ચરની ઇજા થઈ હતી. તો અકસ્માત કરનાર બાઇક ચાલકને પણ ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા થઈ હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.