નડિયાદમાં ગાયે મોપેડને ટક્કરે લેતાં વકીલ રોડ ઉપર પટકાયા


શહેરના ડેરી રોડ પર રહેતા એડવોકેટ મૌલેશ મહેતા તાજેતરમાં એક પ્રસંગમાં હાજરી આપી ઘર તરફ જતા હતા ત્યારે ગંગા મૈયા ફ્લેટ પાસે રખડતી ગાયે તેમના મોપેડને અડફેટે લીધી હતી. જેથી તેઓ રોડ પર પટકાયા હતા.
આ ઘટનામાં તેમના શરીરના જમણા ભાગમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. નડિયાદ પાલિકાની ઢોર પાર્ટીના રાકેશ શર્માએ જણાવ્યું હતુ કે, ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ જ છે. જોકે નિયમ અનુસાર માલિક દંડ ભરીને તેના ઢોર છોડી દેવાય છે.