ડાકોર-ઉમરેઠ રોડ પર સ્કૂલ વાન આગળ જતા વાહનમા ઘૂસી જતા અકસ્માત

copy image

ખેડા જિલ્લાના ડાકોર પંથકમાં ડાકોર-ઉમરેઠ રોડ પર સ્કૂલ વાન આગળ જતા વાહનમા ઘૂસી જતાં અકસ્માત સર્જાયો. આ ઘટનામાં ચાલક સહિત 5ને શરીરે નાની મોટી ઇજાઓ થઈ છે. આ સ્કૂલવાનમાં 15 જેટલા બાળકો હતા સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી છે.

ઉમરેઠ મધ્યેની ખાનગી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની ગાડીને સ્કૂલેથી પાછા ફરતા અકસ્માત નડ્યો. સ્કૂલવાન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં સ્કૂલવાન ઘુસી ગયો હતો. આ ઘટનામાં ચારને ઇજાઓ થતા ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઉપરાંત વાન ચાલકને પણ ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનામાં મોટી કોઈ જાનહાની ન થતા વાલીઓએ હાશકારો થયો છે. ઘવાયેલા તમામ લોકોને 108 એમ્બ્યુલન્સ વડે સારવાર માટે ડાકોર મધ્યેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.