આત્મારામ સર્કલ પાસે યુવાન પર જીવલેણ હુમલો

ભુજના આત્મારામ સર્કલ પાસે એક યુવાન પર જીવલેણ હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી જાણવા મળતી વિગતો અનુસાર ભુજના આત્મારામ સર્કલ પાસે યુવાન પર કારમાં આવેલ 5 શખ્શો દ્વારા છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાનને ઈજાઓ પહોંચતા ઘાયલ યુવાનને ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું ત્યારે આ બાબતની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.