મહેસાણા પાસે બ્લીસ વોટર પાર્ક સામે લકઝરી બસે વૃદ્ધને ટક્કર મારતા મોત


મહેસાણા ઊંઝા હાઇવે પર બ્લીસ વોટર પાર્ક સામે રોડ ક્રોસ કરતા વૃદ્ધને અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
મહેસાણા તાલુકાના નાની દાઉ મધ્યે રહતા કનુજી છગનજી વાઘેલાએ તાલુકા પોલીસમાં નોંધાવલે ફરિયાદ અનુસાર તેઓના પિતા સાંજે બ્લીસ વોટર પાર્ક પાસે રોડ ક્રોસ કરાતા હતા એ દરમિયાન GJ8Y9053 નંબરની લકઝરી બસના ડ્રાઈવર વૃદ્ધને અડફેટે લીધા હતા અકસ્માતમાં ઘટના સ્થળેજ વૃદ્ધનું મોત થયું હતું.સમગ્ર મામલે મૃતકના પુત્રને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યો અને મૃતકને 108 મારફતે મહેસાણા સિવિલ લાવતા ડોક્ટર મૃત ઘોષિત કર્યા હતા સમગ્ર મામલે હાલમાં તાલુકા પોલીસ મથકમાં લકઝરી બસના ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે