સરસ્વતીના મોટા નાયતામાં બસ ઊભી ન રાખતાં વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ


સરસ્વતી તાલુકાના મોટા નાયતા બસસ્ટેન્ડ પાસે વિધાર્થીઓએ સોમવારે સવારે પાંચ જેટલી એસટી બસો રોકી બસ રોકો આંદોલન કરી એસટી વિભાગ સામે નાયતા બસસ્ટેન્ડ એસટી બસ ઊભી રાખવા માંગ કરાઈ હતી.
વિધાર્થીઓએ બસો રોકી હાઈવે ચક્કાજામ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. અરવિંદજી ઠાકોર કોલેજ વિધાર્થીએ જણાવ્યું હતું કે એક અઠવાડીયાથી નાયતા બસસ્ટેન્ડ પાસે એસટી બસ ઊભી ન રહેતા સમયસર શાળાએ પહોંચી નથી શકતા. તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વિધાર્થીઓનું નથી સાંભળતા. ના છુટકે બસો રોકી દેખાવો કરવો પડ્યો.