રાજપુર પાસેથી પસાર થતી બનાસ નદીમાં કિશોર ડુબી જતાં મોત

ડીસા શહેરના મોચીવાસમાં રહેતો 10 વર્ષીય કિશોર રાજપુર પાસેથી પસાર થતી બનાસ નદીમાં ન્હાવા માટે ગયા પછી પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નિપજયું હતું. આ બાબતે પોલીસે લાશને ડીસા સિવિલ માં પીએમ માટે ખસેડી હતી..

ડીસા શહેરના મોચીવાસમાં રહેતા ભવ્ય ધવડ નામનો કિશોર ડૂબ્યોની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવી અને સ્થાનિક તરવૈયાની મદદથી તેની શોધખોળ હાથ ધરાઈ હતી. ભારે શોધખોળના અંતે રાત્રે બે વાગ્યે કિશોરની લાશ મળી હતી.