સુરેન્દ્રનગરના દારૂના કેસમાં અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગરથી પકડાયો

image-312

શહેરના ધરારનગરમાં રહેતો ઈસમ સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો હોવાથી બેડી મરીન પોલીસે ઈસમને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ વિશેની વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020ના ગુનામાં નોંધાયેલ પ્રોહિબીશનનો આરોપી હમીદ ઉર્ફે જીણો જુસબ રૂપિયા નામનો ઈસમ અઢી વર્ષથી નાસતો ફરતો હતો અને હાલ ધરારનગરમાં રહેતો હતો. દરમિયાન આ ઈસમ અંગેની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એલ. ઓડેદરા, એ.એસ.આઈ ફિરોજ દલ, ભરતસિંહ જાડેજા, હેકો જયેશ દલસાણિયા, કમલ ગઢવી, પો.કો. રાહુલ પાણકુટા અને ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિતના સ્ટાફે વિભાપરની સીમમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પાસેથી હમીદ ઉર્ફે જીણો નામના ઈસમને પકડી લઇ સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ હાથ ધરાઈ હતી.