આરટીઓ કચેરીમાં ફરી 2 દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેક બંધ

image-313
copy image\

આરટીઓ કચેરીમાં અવારનવાર ટેસ્ટટ્રેક બંધ થઈ જાય છે ત્યારે ફરી એકવાર બે દિવસથી ટેસ્ટટ્રેક બંધ થઈ જતા 100 જેટલા અરજદારોને પરત જવાનો વારો આવ્યો. આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર,આરટીઓ કચેરીમાં ચોમાસા દરમ્યાન અવારનવાર ટેસ્ટટ્રેકમાં ખામી થતી હોવાથી નવા વાયરિગ સાથે સેન્સર બદલવામાં આવ્યા હતા ત્યારે હવે પછી ટેસ્ટટ્રેકમાં ખોટીપો સર્જાશે નહિ તેવો દાવો કરાયો હતો.

પણ ફરી એકવાર તેમાં વિક્ષેપ પડ્યો છે.સોમવાર અને મંગળવારે અંદાજીત 100 થી વધુ અરજદારો પરીક્ષા આપવા આવ્યા હતા પરંતુ ટ્રેક બંધ હોવાથી ધક્કા પડયા હતા તેની સાથે રજીસ્ટ્રેશન બારી પણ બંધ દેખાઈ હતી. અરજદારોને ટેક્નિકલ ક્ષતિના લીધે ટેસ્ટટ્રેક બંધ થઈ ગયો હોવાનું કહેવાયુ હતું.