મોખાણાની જુથ અથડામણમાં 12 લોકો સામે ફરિયાદ

copy image

મોખાણા ગામમાં રામદેવપીરના મંદિર પાસેના પ્લોટ પર લગ્ન પ્રસંગે ડાડીયારામાં અડચણ ઉભી કરવા અને કાર્યક્રમમાં ન બોલાવવાના મનદુ:ખથી બે જુથ વચ્ચે લાકડી ઘોકા ધારિયાથી મારા મારીનો બનાવ બન્યો હતો. જે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા પછી બંને પક્ષે પધ્ધર પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે 12 લોકો સામે રાયોટીંટ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી લેવા કાફલો સ્થળ પર ધસી ગયો હતો.

આ બનાવમાં મોખાણા ગામમાં રામદેવપીરના મંદિર પાસે મેરીયાવાસમાં રહેતા રાજેશ પાલાભાઇ મેરીયાએ વેલજી રવાભાઇ મેરીયા, લખમણ ઉર્ફે લખુ ગોપાલ મેરીયા, સુરેશ કાનજી મેરીયા, બાબુ રવા મેરીયા, અનિલ ગોપાલ મેરીયા, રાધાબેન વિરમ મેરીયા, વિરૂધ ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીઓને ગામના ધાર્મિક પ્રસંગ અને પંચ કાર્યક્રમમાં બોલાવતા ન હોવાનું મનદુખ રાખીને આરોપીઓએ ફરિયાદી તથા તેમના કાકા, કાકાના દિકરા ભાઇને તેમજ ફરિયાદીના કાકીને લાકડીઓ વડે માર મારીને ઇજા પહોંચાડી.

તો, પ્રતિ ફરિયાદમાં બાબુભાઇ રવાભાઇ મેરીયાએ ગોપાલ જેઠા મેરીયા, દિનેશ ગોપાલ મેરીયા, રોહિત ગોપાલ મેરીયા, સાહિલ ગોપાલ મેરીયા, રાજેશ પાલા મેરીયા, તેમજ લખીબેન ગોપાલ મેરીયા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીના દિકરાના લગ્ન પ્રસંગના જમણવાર તથા ડાંડીયારાસમાં અડચણ ઉભી કરી હોઇ જે અંગે ફોન પર ગાળા ગાળી કરી હોવાનું મનદુ:ખ રાખીને આરોપીઓએ ફરિયાદીને આરોપી દિનેશ મેરીયાએ ધારિયાનો ઘા મારી ઇજા પહોંચાડી.ફરિયાદીના ભાઇ તેમજ ભત્રીજા અને ભાણેજને લાકડી ધોકા વળે માર મારી ઇજા પહોંચાડી હતી. પધ્ધર પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પકડી લેવા તપાસ તેજ કરી છે.