રાધનપુરનાં મેમદાવાદમાં પૂર્વે ફરિયાદ કરવાના મુદ્દે છરી અને ધારીયાથી એક ઈસમ પર કરાયો હુમલો

image-338
copy image

રાધનપર તાલુકાનાં મહેમદાવાદ બાલમંદિર રોડ ઉપર પૂર્વે ફરીયાદ કરવાના મામલે બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે પછી મારામારી થતા એક ઇસમને ઈજા પહોંચી છે. આ ઘટના અંગે સામસામી ફરીયાદો દાખલ કરાવાઈ હતી.

આ વિશેની મળતી માહિતી અનુસાર રાધનપુરનાં મેમદાવાદના અયુબાભાઈ દાઉમાં પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરેથી ઘેર જતા હતા, તે સમયે ચાર વ્યક્તિઓ ઉપરોકત સ્થળે અયુબભાઈના ભત્રીજા ઈકબાલને મારતા હતા. જેથી તેઓ વચ્ચે છોડાવવા માટે પડતાં તેમને રિયાઝભાઈએ છરીથી અને શેરમહેમદે ધારીયાથી ઉપરાંત ટોમીથી મારવા જતાં અયુબભાઇને ઇજા પહોચી હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ ઘટના અંગે સામાપક્ષે જાકુલભાઇ અબ્દુલ્લાભાઇ રાઉમાએ પણ ઈસ્માઈલભાઈ અને સાદિકભાઇ વિરુદ્ધ એવો આક્ષેપ કરતી ફરીયાદ દાખલ કરાવી હતી કે, જાકુબભાઇ તેમનાં ગામનાં વેવાઇનાં ત્યારે ઇસ્માઇલભાઇએ જાકુબભાઇને રસ્તામાં ઉભા રાખીને કહેતા, ગઇકાલે તમારા દિકરાએ કેમ મારા માસીનાં દિકરા સામે ખોટી ફરીયાદ કરી છે તેમ કહી ઝપાઝપી થતાં છરી જાકુબભાઇને વાગતાં ઇજા પહોચી હતી. પોલીસે ગુનો નોંધી અને આ બાબતે તપાસ હાથ ધરી છે.