બગોદરા બસ સ્ટેશન સામે અકસ્માત: રાહદારીને ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત

copy image

બાવળા તાલુકાનાં બગોદરા એસ.ટી.સ્ટેશન સામેથી લીંમડી તાલુકાનાં પાણશીણા ગામની વ્યકિત હાઇ-વે ક્રોસ કરી રહી હતી તે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલા ડમ્પર ચાલકે પુરપાટે અને બેદરકારીથી ચલાવીને ટક્કર મારતાં તેમને શરીરે અને માથાનાં ભાગમાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત થયું હતું.જેથી બગોદરા પોલીસમાં ડમ્પર ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતાં બગોદરા પોલીસે લાશનું પી.એમ. કરાવી અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લીંમડી તાલુકાનાં પાણશીણા ગામમાં રહેતાં રાયસંગભાઇ માવસંગભાઇ ગોહિલ અને તેમનાં કાકાનાં દિકરા ભરતસિંહ હેમંતસિંહ ગોહિલ બંને લોકો ભાવનગર તેમના સાળાનાં સગાને ત્યાં મકાનનું વાસ્તુ પુજન હોવાથી  ગયા હતાં.અને સાંજનાં ત્યાંથી નીકળીને બંને એસ.ટી.બસમાં બેસીને બગોદરા આવવા માટે નીકળ્યા હતાં.રાત્રે સવા નવ વાગે બગોદરા એસ.ટી.સ્ટેન્ડ ઉપર ઉતરીને અમારે પાણશીણા જવાનું હોવાથી બંને બસ સ્ટેન્ડની સામે થઈને હાઇ-વે ક્રોસ કરવાનો હોવાથી ભરતસિંહ એક પગે વિકલાંગ હોવાથી તેમજ રોડ ઉપર વાહનો વધારે આવતાં હોવાથી ભરતસિહે જણાવ્યું હતું કે તમે રોડ ક્રોસ કરી લો હું વાહનની લાઇન ઓછી થાય પછી આવુ છું.

ભરતસિહ રોડ ક્રોસ કરતાં હતાં તે સમયે અમદાવાદ તરફથી આવી રહેલા એક ડમ્પર નંબર GJ – 13 – AW 2345 નાં ચાલકે પુરપાટ ઝડપે ચલાવીને જોરદાર ટક્કર મારતાં તે રોડ ઉપર પડી ગયા હતાં. આ અકસ્માત સર્જનાર ડમ્પર થોડે આગળ જઈ ઉભુ રહ્યું હતું. અકસ્માતમાં ભરતિસંહને માથામાં , મોઢે , બંને હાથમાં તથા શરીરે ગંભીર ઇજા પહોચી હતી.