જામનગરમાં બિનવારસી છોટા હાથીમાંથી 298 નંગ દારુની બોટલ પકડાઈ


જામનગરમાં નવા સ્મશાન પાસેના બેઠાં પુલ પરથી બિનવારસી છોટા હાથીમાંથી પોલીસે રૂ.1 લાખ 19 હજાર 200ની કિંમતની 298 નંગ દારૂની બોટલ પકડી હતી. એલસીબી પોલીસે દારુની બોટલ જપ્ત કરી બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
જામનગરના શિવપાર્ક નવી સ્મશાન પાસેના બેઠા પુલ પાસે દારૂનો જથ્થો ભરેલું વાહન હોવાની એલસીબીના પો.કો.અજયસિંહ ઝાલા, હેકો. યશપાલસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ કે.જે.ભોયે તથા ટીમે દરોડા દરમિયાન (GJ.10.TX.6774)નંબરના છોટાહાથી વાહનની તપાસતાં તેમાંથી રૂ1 લાખ 19 હજાર 200ની કિંમતની દારૂની 298 બોટલ મળતા એલસીબીની ટીમે છોટાહાથી અને દારૂનો જથ્થો મળી કુલ રૂ 4 લાખ 19 હજાર 200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વાહન નંબરના આધારે માલિક તથા બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.