સુરેન્દ્રનગરના દસાડા નજીક ચાલુ ટ્રેનમાંથી યુવાન નીચે પટકાતા મોત


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના લીંબડ ગામ મધ્યે રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન પસાર થતી હતી તે દરમિયાન આ ટ્રેનના દરવાજા પાસે ઉભેલા એક મજૂર યુવાન પોતાનો હાથ છટકી જવાના લીધે નીચે પટકાયો હતો. આ દરમ્યાન ટ્રેનની સ્પીડ ફુલ હોવાથી નીચે પડતા યુવાનને ગંભીર ઇજાઓ પહોચી હતી અને ગંભીર ઇજાઓના થવાના કારણે યુવાનનું રેલ્વે ટ્રેક ઉપર જ મૃત્યુ થયું હતું.
ત્યારે આ અકસ્માતની ઘટના વિશે પોલીસને જાણ કરતાં બજાણા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની લાશને પીએમ માટે ઘટનાસ્થળે પંચનામું કરી અને સાર્વજનિક હોસ્પિટલે ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસની સાથે-સાથે લોકોના ટોળે-ટોળાં બનાવના સ્થળે એકત્ર થઈ ગયા હતા