ખાંભાના દાઢીયાળીમાં યુવકને સાપ કરડી જતાં મોત

ખાંભા તાલુકાના દાઢીયાળીમા રહેતા એક યુવકને સાપ કરડી જતા તેનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું  હતુ.

અહી રહેતા જગુભાઇ ગોલણભાઇ મોભ (ઉ.વ.37) નામનો યુવાન ગામની ખાવડી સીમ વિસ્તારમા આવેલ બચુભાઇ ગોપાલભાઇ વરીયાની વાડીમા ભાગીયુ રાખેલ હોવાથી ચાલીને જતો હતો ત્યારે અચાનક પગમા સાપ કરડી જતા તેમને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. જયાં તેનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતુ. ઘટના અંગે અમરૂભાઇ જાજડાએ ખાંભા પોલીસ મથકમા જાણ કરી હતી. આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.કે.વરૂ દ્વારા કરવામાં આવી રહી છે.