બનાસકાંઠા એલસીબીએ ટ્રેલરમાંથી સિમેન્ટના ઘટનાની આડમાં લઈ જવાતો 46.96 લાખનો વિદેશી દારૂ ઝડપાયો


પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબીએ એક ટ્રેલરમાંથી સિમેન્ટના ઘટનાની આડમાં લઈ જવાતો દારૂને પકડી પાડયો છે. જેમાં 45 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કરી ટ્રેલર ચાલકને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાસકાંઠા એલસીબી પાલનપુરને પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક નંબર વગરનું શંકાસ્પદ ટાટા કંપનીનું સફેદ કલરનું કેબીન, જોધપુર બોડીની ટોલી વાળું ટ્રેલર રાજસ્થાન રાજ્યમાંથી વાયા ડીસા, પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. બાતમીના આધારે શંકાસ્પદ ટ્રેલર ડીસા, પાલનપુર અમદાવાદ જતા હાઇવે રોડ પર પાલનપુર રેલ્વે બ્રિજ ઉપર પસાર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. જેને બ્રિજના અમદાવાદ તરફના છેડે રોકી તપાસ કરતાં આરોપી મોહરમ લોલ જાલોર રાજસ્થાન વાડાના કબ્જાના ટ્રેલરમાંથી સિમેન્ટની થેલીઓની આડમાં દારૂની 777 જેટલી પેટીઓ સહીત કુલ મુદ્દામાલ 46 લાખ 96 હજાર 600 સાથે જપ્ત કરી ચાલક વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન મધ્યે એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.