લખતર-ઝમર વચ્ચે એક જ દિવસમાં બે અકસ્માત સર્જાયા, ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

copy image

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ઝમર વચ્ચે એક જ દિવસમાં બે અકસ્માતો થયા હતા. જેમાં ત્રણ વ્યકિતને ઈજા પહોચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ વિશે જાણવા મળતી માહિતી અનુસાર, લખતર-ઝમર રોડ ઉપર સવારે લખતર તરફ આવી રહેલ વેગનઆર કાર ઝમર પાસે પહોંચતા કાર ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો.

કાર ગામના તળાવમાં ખાબકી પડતા  કારને નુકશાન થયુ હતુ. ઉપરાંત બે વ્યકિતઓને ઈજા પહોચતા 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. બીજી ઘટના બપોરના સમયે બની હતી. જેમાં લખતરથી સુરેન્દ્નગર તરફ જતી ઈકો કાર રોંગસાઈડમાં પલ્ટી મારી જતા કાર ચાલકને હાથ અને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે સુરેન્દ્નગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.