જૂનાગઢના માંગરોળ પેટ્રોલ પંપ નજીક એક બાઈકમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

copy image

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બાયપાસ રોડ પર પેટ્રોલ પંપ નજીક બાઇકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. સવાર દરમિયાન યુવાન જ્યારે બાઈક લઇ પેટ્રોલ પુરાવી પોતાના કામે જતો હતો ત્યારે અચાનક જ બાઈકમાં આગ લાગી ગઈ  હતી.માંગરોળ બાયપાસ પર આવેલ જમજમ પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી ગેટ બહાર નીકળતા બાઇકમાં આગ લાગી જતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સવારના સમયે બાઇકમાં આગ લાગતાં થોડીવાર માટે લોકો ગભરાઈ ગયા હતા , સદનસીબે કોઈ જાનહાની થઈ હતી નહી. આગ લાગવાના કારણે બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી, સ્થાનિક લોકો દ્વારા આગ બુજાવતા લોકોએ રાહત અનુભવી હતી.