રાધનપુરનાં મોટી પીપળી નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રકના કંડકટરનું મોત


રાધનપુર તાલુકાનાં મોટી પીંપળીથી રાધનપુર આવતા નેશનલ હાઇવે ઉપર મોટી પીપળી, રાજસ્થાન હોટલનજીક આજે વહેલી સવારે છ વાગે એક ટ્રક અને ટ્રેલર ટક્કરાતા ટ્રકનાં કંડકટરનું મૃત્યુ થયું હતું.જ્યારે ટ્રક ચાલકને ઇજા થઈ હતી.
આ વિશે મળતી વિગતો અનુસાર, એક ટ્રેલર નં. (RJ-09-GC-9973)નાં ચાલક સુરેશકુમાર પ્રભુલાલ મીણા (રે. સબલાપુરા, ભીલાવાડા રાજસ્થાન) તથા કંડક્ટર શંકરલાલ રામક્રિશ્ન મીણા (રે. ભીલવાડા, રાજસ્થાન) પોતાની ટ્રેલરમાં મોરબીથી ટાઇલ્સ ભરીને ઉત્તર પ્રદેશમાં ખાલી કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન આજે સવારે રાધનપુરનાં મોટી પીપળી ગામ નજીક ઉપરોક્ત સ્થળે પહોંચતાં ઉપરોક્ત ટ્રેલર ટ્રક આગળ જતી એક ટ્રેલરનાં ચાલકે તેની ગાડી રોડ ખરાબ હોવાથી બ્રેક કરતાં ટ્રકનાં ચાલકે તેને કંટ્રોલ ન કરી શકતાં આગળની ટ્રેલર સાથે તકકરાઈ ગઈ હતી. જેમાં ટ્રકનાં કંડક્ટર શંકરલાલ મીણાનું મૃતી થયું હતું. ઉપરાંત આ ટ્રકનાં એન્જિન અને કેબીનનાં ભાગ તૂટી પડ્યા હતા. આ ઘટના થતાં લોકો એકત્ર થઇને બંનેને બહાર કાઢી 108માં રાધનપુરની સિવિલમાં ખસેડયા હતાં. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.