પોલીસ જોઇને ધાનપુરના બૂટલેગર સહિત 2 ઈસમ જથ્થો મૂકી ફરાર

copy image

સીંગેડીના બૂટલેગરે મંગાવેલો દારૂ છોટાઉદેપુરના બૂટલેગરે બોલેરોમાં લાવી સીંગેડી ગામમાં ઉતારેલો જથ્થો કારમાં ભરવાની તૈયારી કઋ રહ્યા હતા તે સમયે પોલીસ આવી જતાં ધાનપુરનો બૂટલેગર જથ્થો મુકી પલાયન થઇ ગયા હતા.

લીમખેડા ડીવાયએસપી અને દેવગઢ બારિયા સીપીઆઇના માર્ગદર્શનમાં દેવગઢ બારિયા સિ. પોસઇ બી.એમ.પટેલ તેમજ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરી રહ્યા હતા તે દરમિયાન સિ. પોસઇ બી.એમ.પટેલને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુરના મીઠીબોરનો બૂટલેગર ભીખા ભલજી રાઠવા અને તેનો માણસ તેની બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી સીંગેડી ગામમાં ડુંગરમાં ઉતારેલ છે અને તે ઇંગ્લિશ દારૂને સીંગેડી ગામનો બૂટલેગર નરવત મણિલાલ પટેલ અને તેનો માણસ તેઓની GJ-6-AB-2832ની સેન્ટ્રો કારમાં ભરવા જઇ રહ્યા છે.

જેના આધારે તપાસમાં જતાં બાતમીવાળી જગ્યાએ જતા એક ફોર વ્હીલ સેન્ટ્રો ગાડીમાં નરવત મણિલાલ પટેલ તેનો માણસ ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરવાની તૈયારી કઋ રહ્યા હતા. ત્યારે પોલીસને જોઇ દારૂનો જથ્થો મુકીને તેઓની ગાડીમાં બેસીને પલાયન થઈ ગયા હતા. માઉન્ટસ 6000 સુપરસ્ટ્રોંગ ટીન બિયરની 24 પેટી જેમાં તથા લંડનપ્રાઇડ ડીલક્ષ વ્હીસ્કીના માર્કાની 8 પેટી જેમાં કુલ 1,14,816 રૂપિયાની 960 બોટલો મળી હતી. જથ્થો કબ્જે કરી ગુનામાં સંકડાયેલા નરવત પટેલ, ભીખા રાઠવા મળી કુલ ચાર સખ્શ સામે ગુનો નોંધ્યો હતો.