અમદાવાદમાં કચરો નાખવા બાબતે થયેલા ઝગડામાં પિતા- પુત્રે પાડોશીને માર માર્યો


ગોમતીપુરમાં ઘર આગળ પડેલા કચરા મુદ્દે થયેલા ઝઘડામાં પિતા-પુત્રે પડોશીને માથામાં અને શરીરે લાકડીના ફટકા મારી મૂઢ માર માર્યો. આ વિશે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ અનુસાર, અહેમદી સોસાયટીમાં રહેતા આરીફ શેખ બપોરે 1.30 વાગે ઘરે ગયા એ વખતે કચરો પડ્યો હતો, જે અંગે આરીફભાઈએ તેમની પત્ની શેરબાનુને કહેવા લાગ્યાં હતાં કે, રસ્તામાં કેટલો બધો કચરો પડ્યો છે.
આ વાત સાંભળી પડોશમાં રહેતા રફીક શેખ એકદમ બહાર આવીને આરીફભાઈને કહેવા લાગ્યા હતા કે, કચરા અંગે શું બોલો છો અને ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગ્યા હતા. બોલાચાલી થતાં રફીક શેખ, તેમના દીકરા રેહાને આરીફભાઈને માથામાં અને શરીરે લાકડી મારી ઈજાઓ પહોંચાડી હતી.