વિજપુરના ધનપુરા ગામમાં ગરબા જોવા જતી યુવતીની છેડતી કરાતા ત્રણ સામે ફરિયાદ નોંધાઇ


વિજપુર તાલુકાના ધનપુરા ગામની યુવતી ગરબા જોવા જતી હતી એ દરમિયાન તેની છેડતી કરી ગાળાગાળી કરી યુવતીની માતાને પણ માર મારી પલાયન થઈ ગયા હતા.
વિજપુર તાલુકાન ગામમાં રહેતી યુવતી ગઈકાલે રાત્રે 10 કલાકે પોતાન મહોલ્લામાંથી નીકળી ગામમાં ગરબા જોવા જતી હતી એ દરમિયાન ગામનો એક ઈસમ તેના મિત્ર સાથે ઉભો હતો. જેણે યુવતી પાસે આવીને કહેવા લાગેલો કે “તને મારા ઘરમાં લઇ જવાની છે” એમ કહી ગાળાગાળી કરી હતી અને પછી યુવતીનો ડ્રેશ પકડી આબરૂ લેવા પ્રયાસ કર્યો હતો.
યુવતીનીએ હોબાળો મચાવતા યુવકના પરિવાર અને યુવતીની માતા આવી ગઈ હતા. ઈસમની બહેને યુવતીની માતાના માથામાં ફેટ મારી હતી. હોબાળો થતા ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર બાબતે હાલમાં આરોપીઓ સામે વિજપુર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.