સાઠોદ નજીક પિકઅપ ગાડી પલટી ખાઈ જતાં ક્લીનર ઘાયલ

copy image

ડભોઇ તાલુકાના સાઠોદ પાસે અકસ્માત સર્જાયો. શિનોરથી ડભોઇ તરફ સ્ટેશનરીનું સામાન ભરી આવતી એક પુરપાટે ચાલતી પિકઅપ ગાડીનું એકા એક પાછલું ટાયર નીકળી જવાટી સાઠોદ નજીક પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી. ઘટનામા પિકઅપ ટેમ્પોમાં સવાર બે લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. જોકે મોટી કોઈ જાણહાનિ થઈ ન હતી. સમગ્ર બનાવને પગલે ટ્રાંફિક જામ સર્જાયો હતો. પોલીસ આવતા ટ્રાંફિક ઓછો થયો હતો. ચાલક અને ક્લીનરને સ્થાનિક દ્વારા 108 વડે ડભોઇ હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા