વટવા રિંગરોડ પર અકસ્માત: ટ્રકની અડફેટે આવી જતાં મહિલાનું મોત, પતિ-પુત્ર ઘાયલ

વિંઝોલમાં રહેતા દેવાંગભાઈ મોપેડ પર પત્ની, પુત્ર સાથે ખરીદી કરવા જતા હતા. વટવા એસપી રિંગ રોડ પાસે મહાલક્ષ્મી તળાવ નજીક ટ્રકે તેમના મોપેડને અડફેટે લીધું હતું. જેમાં તેની પત્નીનું મૃત્યુ થયું જ્યારે દેવાંગભાઈ અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વિંઝોલના પંચરત્ન ફ્લોરામાં રહેતા દેવાંગભાઈ મિશ્ર સાંજના અરસામાં ઘરવખરીનો સામાન ખરીદવા માટે પત્ની શીલા, પુત્ર અર્ચિત્ય સાથે એક્સેસ લઈને વટવા મહાલક્ષ્મી તળાવ નજીક આવેલ મોલ જઈ રહ્યા હતા. એસપી રિંગ રોડ થી રોપડા થઈ મહાલક્ષ્મી તળાવ તરફ જતા રોડ પર પહોંચ્યા ટે દરમિયાન એક ટ્રક ચાલકે એક્સેસને પાછળથી અડફેટે લીધી હતી. જેમાં ટ્રકનું ટાયર શીલાબેન પર ચઢી ગયું. અકસ્માત પછી ચાલક ટ્રક હકારી પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત દેવાંગભાઈ અને પુત્ર અર્ચિત્યને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા.