રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર પોલીસની PCR વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત


રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર પોલીસની PCR વાન અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે.
ઓમનગર સર્કલ પાસે BRTS રોડ પર પોલીસ વાન અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. પોલીસની GJ-03-AG-1979 નંબરની પોલીસ PCR વાન અને GJ-03-ઇજી-6983 નંબરના બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પોલીસની પPCR વાનમાં પણ આગળના ભાગમાં નુકશાન પહોચ્યું છે. પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા PCR વાન ચાલકનો બચાવ થયો છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ મધ્યે પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.