કચ્છના હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી વધુ એક પાકિસ્તાની બોટ BSFને બિનવાસસી હાલતમાં મળી


દેશની આંતરરાષ્ટ્રીય સમુદ્રી અને જમીન સરહદે આવેલા કચ્છ જિલ્લાના પશ્ચિમ દરિયાઈ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી ફરી એક વાર પાડોશી દેશ પાકિસ્તાનની એક માચ્છીમારી બોટ સીમા સુરક્ષા દળના જવાનોને બિનવારસી હાલતમાં મળી છે. માછલી પકડવાના સાધનો સિવાય કોઇ સંદિગ્ધ વસ્તુ દળના જવાનોને જોવા મળી ન હતી પરંતુ ઘુશળખોર છુપાયા હોવાની શંકાથી અટપટ્ટા ક્રિક વિસ્તારમાં BSF દ્વારા સઘન તપાસ ચાલી રહ્યાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું.
આ વિશે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર લખપત તાલુકાના દરિયાઈ હરામીનાળા ક્રિક વિસ્તારમાં કચ્છ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને વહેલી સવારે પેટ્રોલિંગ દરમ્યાન એક પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી હતી. બોટમાંથી માછલી પકડવાની જાળી સહિતની સામાન્ય સામગ્રી જોવા મળી છે. બોટ સાથે આવેલા ઘુસણખોર હજુ પણ આપણી સરહદ અંદર છુપાયા હોવાની શંકાથી દળના જવાનો દ્વારા તલાસ કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ,કચ્છની પશ્ચિમ દરિયાઈ સરહદ પર પાકિસ્તાની બોટ તેમજ ઘુસણખોર પકડવાની ઘટના સમયાંતરે બનતી રહેતી હોય છે.