જામનગરમાં સામે જોવા અંગે પિતા -પુત્ર ઉપર 3 ઇસમો દ્વારા લોખંડના પાઈપ વડે હુમલો કરાયો

copy image

જામનગર શહેરના અંધાશ્રમ આવાસ સામેના વિસ્તારમાં રહેતાં યુવાન અને તેના પિતા ઉપર સામુ જોવા અંગે ત્રણ ઇસમોએ ઘરે આવીને લોખંડના પાઈપ અને લાકડીઓથી હુમલો કર્યો હતો. જેના લીધે પિતા-પુત્રને ઈજા થઈ હતી.

જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ સામે હનુમાન ચોક વિસ્તારમાં રહેતો દિવ્યરાજસિંહ જાડેજા નામનો યુવાન બુધવારે રાત્રિના સમયે ચેમ્બર કોલોની બ્રીજ પાસે ગરબી જોવા માટે ગયો હતો, ત્યારે વિજય અને અજીત નામના બે ઇસમોએ સામુ કેમ જુએ છે ? તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારપછી  દિવ્યરાજસિંહ ઘરે આવી ગયો હતો અને તેની પાછળ વિજય યાદવ, અજીત તથા જીતુ નામના ત્રણ ઇસમોએ દિવ્યરાજસિંહને ઘર પાસે આંતરીને લોખંડના પાઈપ અને લાકડીથી હુમલો કર્યો હતો. આ સમયે પિતા રણજીતસિંહ પુત્રને છોડવવા વચ્ચે પડતા હુમલાખોરોએ તેના ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજા પામેલા પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
​​​​​​​​​​​​​​

આ ઘટનાની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલા યુવાનના બહેનના નિવેદનના આધારે ત્રણ ઇસમો સામે હુમલાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હાલમાં આરોપીઓની અટકાયત માટે શોધખોળ શરૂ કરાઈ હતી.